Published by : Rana Kajal
- ભાજપના વડીલ ઘણા લાંબા સમયથી કરોડો રૂપિયા દબાવી બેઠા હોવાનો આક્ષેપ…
ભાજપના રાજકોટના સાંસદ રામ મોકરિયાએ ઍક પોસ્ટ સોશીયલ મીડીયા પર મૂકતા વિવાદનો મધપૂડો છેડાયો છે.. રાજકોટના સાંસદ મોકરિયાએ કોઈનું નામ લીધા વિના માત્ર એમ જણાવ્યું છે કે ભાજપના એક વડીલ નેતાએ તેનાં કરોડો રૂપિયા દબાવી લીધા છે. એમ પણ જણાવ્યું છે કે આ ભાજપના અગ્રણી વડીલ 1990થી ગુજરાતમાં અને ગુજરાત બહાર પોતાની સેવાઓ આપતા રહ્યા છે. પોસ્ટમાં સાંસદે કોઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. તેમ છતાં જે વિગતો આપવામા આવી છે. તે જોતાં આ અગ્રણી ભાજપના નેતા કોણ હશે તેનો અંદાજ આવી શકે તેમ છે. તેમ છતાં મોકરિયાએ આટલી મોટી રકમ કેમ આપી તે અંગે પણ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના સાંસદો દ્વારા થતા આવા આક્ષેપોની અસર ચોક્કસ પક્ષ પર પડે તેવી સંભાવના જણાઈ રહીં છે