Published by : Rana Kajal
PM મોદી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે…. ભાજપના સ્થાપના દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે એમ માનવામાં આવી રહ્યું છે કે સ્થાપના દિને પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકશે. આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેના જનસંપર્ક અભિયાનને વધુ તેજ બનાવવા પક્ષના 43માં સ્થાપના દિનની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણીની તૈયારીનો પ્રારંભ કરી દીધો છે.તેમા પણ ખાસ કરીને પ્રજાલક્ષી કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે આ સ્થાપના દિનની ઉજવણી મહત્વનો હિસ્સો બનવાની છે. ભાજપ દ્વારા 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિ સુધીની ઉજવણીના વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે.
6 એપ્રિલના રોજ ભાજપના 43મા સ્થાપના દિને ગરીબો, દલિત અને આદિવાસી સમાજ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને પહોંચાડવા માટેના વિશેષ કાર્યક્રમોને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પક્ષના નવી દિલ્હી ખાતેના કાર્યાલયથી સમગ્ર દેશના કાર્યકરોને સંબોધન કરશે. પીએમ મોદી આગામી લોકસભા ચૂંટણીનું બ્યુગલ જ આ સ્થાપના દિને ફૂંકશે. આ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ભાજપ કચેરીએ સ્થાપના દિનની ઉજવણી કરશે તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. એમ જાણવા મળેલ છે .