Published by : Rana Kajal
ભારતીય જનતા પક્ષની રીતી-નીતી સપાટી પર આવી છે તેની વિગત જોતાં જ્યાં ભાજપ રાજકીય રીતે નબળું હોય ત્યાં જે-તે વિસ્તારના મજબુત પ્રાદેશિક પક્ષ સાથે સમજૂતી કરી સત્તા મેળવી લે છે અને ત્યારબાદ પ્રાદેશિક પક્ષને ગળી જાય છે..જેમકે તમિળનાડુમાં ગૃહ મંત્રી અમિત શાહે વિશાખાપટ્ટનમમાં જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સેંગોલની સ્થાપના કરી છે. તેથી લોકોએ તામિલનાડુની 25 બેઠકો પર ભાજપને વિજય અપાવવો જોઈએ તેજ દિવસે તામિલનાડુના ભાજપ પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ એઆઇએડીએમકેના સુપ્રીમો સ્વ જયલલિતાને અપ્રમાણસર મિલકત અંગે સજા થઈ હતી. તેવું નીદાત્મક નિવેદન આપતા એઆઇએમડીએમકે ના કાર્યકરો ભડક્યા છે સાથેજ તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખનુ રાજીનામું માંગી રહ્યાં છે અથવાતો ભાજપા સાથે ગઠબંધન છુટું કરવા અંગે માગણી કરી રહ્યા છે..
હવે મહારાષ્ટ્રમાં પણ આવી જ પરિસ્થતિ સર્જાઈ છે જ્યારે એકનાથ શિંદેની સરકાર ભાજપના ટેકાથી બની ત્યારે ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મહત્ત્વ આપવામા આવ્યુ હતું… કેન્દ્રમાં નરેંદ્ર અને મહારાષ્ટ્ર માં દેવેન્દ્રનું સુત્ર પણ પ્રચારમાં જણાતુ હતું પરંતુ હવે કેન્દ્રમાં મોદી મહારાષ્ટ્રમાં શિંદે ના સૂત્રો જોવા મળી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ પ્રમુખે ઍવુ નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રમાં કોણ વધુ લોકપ્રિય છે એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ એતો લોકસભાની ચૂંટણીના પરિણામો બતાવશે આમ મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને સાથી પક્ષ શિવસેના વચ્ચે તિરાડ પડી હોવાનુ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.