Published by : Rana Kajal
- સરકારે 3 વર્ષના સમયમાં મધ્યાહન ભોજન ના વિધાર્થી દીઠ માત્ર 53 પૈસા ખર્ચ વધાર્યા…
ભાજપની ગુજરાત સરકારે મધ્યાહન ભોજન યોજનામાં આશરે ત્રણ વર્ષ બાદ વિદ્યાર્થી દિઠ માત્ર 53 પૈસાનો જ વધારો કર્યો છે. જે બાબતે ગુજરાત સરકારની ટીકા પણ થઈ રહી છે. ગુજરાત સરકાર પર ટીકાઓ એટલા માટે પણ થઈ રહી છે કે વિવિઘ પ્રસંગોએ આવતા મહેમાનો માટે રૂ 300 કે તેથી વધુ ઘણીવાર 2 હજાર કે તેથી પણ મોંઘી થાળી પીરસાય છે. જ્યારે ત્રણ વર્ષ બાદ સરકારે ગરીબ, આદિવાસીઓ તેમજ અંતરીયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ચાલતી અને ખાસ તો કુપોષણથી પીડાતા વિદ્યાર્થીઓ માટે ત્રણ વર્ષ બાદ માત્ર 53 પૈસા જ વધારો કર્યો છે. આ બાબતે સરકારની ટીકા થઈ રહી છે. વધતી જતી મોંઘવારીના યુગમાં આ નજીવો વધારો હાસ્યાસ્પદ લાગી રહયો છે.