Home AAP ભાજપમાં ભળી લોકસભા લડવા સાંસદ મનસુખ વસાવાએ અગાઉ ઓફર કરી હોવાનું આપના...

ભાજપમાં ભળી લોકસભા લડવા સાંસદ મનસુખ વસાવાએ અગાઉ ઓફર કરી હોવાનું આપના ચૈતર વસાવાનું નિવેદન…

0

Published By : Parul Patel

  • ભરૂચ લોકસભામાં સંગઠન રચનાને લઈ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક
  • લોકસભા 2024 ની ચૂંટણી INDIA vs NDA હશે
  • ભરૂચ, દાહોદ, જામનગર, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, બારડોલી બેઠક માટે આપ કોંગ્રેસ ગઠબંધનમાં ટીકીટ મેળવવા પ્રબળ દાવો

ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ભરૂચ લોકસભા માટે સંગઠન રચના અંગે મળેલી આપની બેઠકમાં ભાજપમાં જોડાઈ લોકસભા અને અગાઉ વિધાનસભા પણ લડવા સાંસદ મનસુખ વસાવાએ ઓફર કરી હોવાનો દાવો આપ MLA ચૈતર વસાવાએ કર્યો હતો.

લોકસભા 2024 ની ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે.

આજે ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સંગઠન રચના માટે બેઠક મળી હતી. જેમાં આપ સ્થાનિક પ્રશ્નો લઈ 17 લાખ પ્રજા વચ્ચે જવાનો અને આગામી સમયમાં પોતાના કાર્યાલય શરૂ કરવાની માહિતી અપાઈ હતી.

ગુજરાતમાં કોંગ્રેસ સાથે આપ ગઠબંધનમાં લોકસભા બેઠકોની વહેચણી કરશે. ભરૂચ, દાહોદ, બારડોલી, જામનગર, વલસાડ, પંચમહાલ અને છોટાઉદેપુર બેઠક માટે આપ દાવેદારી નોંધવશે.

સમગ્ર દેશની જનતાની ભાવના અને લાગણીને લઈ વિપક્ષી 26 પક્ષોનું ગઠબંધન કરાયું છે. લોકસભા 2024 ની ચૂંટણી INDIA v/s NDA હશે.

આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેઓ ક્યારેય આમ આદમી પાર્ટી છોડે નહિ અને ભાજપમાં નહિ જોડાયનો મત વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓએ દાવો કર્યો હતો, કે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને અન્ય ભાજપના પ્રદેશ નેતાઓએ વિધાનસભા 2022 અને ત્યારબાદ પણ લોકસભા માટે ભાજપમાં જોડાઈ જવા પ્રસ્તાવ મુક્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version