- ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ ફિટ રહે તે માટે સારવાર
ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 10 દીવસ માટે દિલ્હીના હેલ્થ કેરમા દાખલ કરવામાં આવ્યા છે.હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન યોજાયેલ ઍક કાર્યક્ર્મમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો પગ સ્લીપ થવાની ઘટના બની હતી. જેના પગલે વડાપ્રધાન મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી સાથે જ સી.આર .પાટીલ સાથે તેમના સ્વાથ્ય અંગે પણ ચર્ચા કરી હતી. હવે જયારે ગુજરાત વિધાન સભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ શારીરિક રીતે ફિટ રહે તે જરુરી છે. તેથી વડાપ્રધાન મોદીએ જ પાટીલને યોગ્ય આરામ અને કસરત કરવા સૂચના આપી હતી. જેથી સી આર પાટીલ દિલ્હી સ્થિત હેલ્થ સેન્ટરમાં વજન ઉતારવા સહિતની અન્ય કસરતોમાં જોડાઈ ગયા હતા સાથે જ જુદા જુદા નિષ્ણાત ટ્રેનરોએ પાટીલના હેલ્થ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીની શરુઆત કરી દીધી હતી.