Home India ભારતનાં એવાં સ્થળો જ્યા થઈ શકે છે… ઓછા બજેટમાં  ટ્રાવેલિંગ…

ભારતનાં એવાં સ્થળો જ્યા થઈ શકે છે… ઓછા બજેટમાં  ટ્રાવેલિંગ…

0

Published By:-Bhavika Sasiya

ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યા તમે બજેટમાં ટ્રાવેલ કરી શકો છો.  અને વધારે પૈસા નથી લગાતા.ભારતમાં ઘણી ધર્મશાળાઓ અને આશ્રમ છે જ્યાં તમે મફતમાં રહી શકો છો. ત્યાં રહેવા ખાવાથી લઈને અનેક સુવિધાઓ બિલકુલ ફ્રી આપવામાં આવે છે. જાણો તે જગ્યાઓ વિશે.

ભારતમાં આવેલા હિમાચલ પ્રદેશ માં ન્યિંગમાયા મોનેસ્ટ્રી  અને  મણિકરણ સાહિબ ગુરૂદ્વારા એવા સ્થળો છે. જ્યા તમે બજેટમાં ટ્રાવેલ કરી  શકો છો. ન્યિંગમાયા મોનેસ્ટ્રી  આ ખુબ જ સુંદર મોનેસ્ટ્રી છે.  હિમાચલમાં રેવલ્સર શહેર માં રેવલ્સર લેકની પાસે સ્થિત છે. આ મોનેસ્ટ્રીમાં રહેવા એક દિવસનું ભાડુ ફક્ત 200 થી 300 રૂપિયા છે. આ મોનેસ્ટ્રીની પાસે એક લોકલ માર્કેટ પણ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો. તેવી જ રીતે  મણિકરણ સાહિબ ગુરૂદ્વારામાં ફ્રીમાં રહી શકો છો. અહીં તમને ફ્રી પાર્કિંગ અને ભોજનની સુવિધા પણ મળે છે. મણિકરણ સાહિબ ગુરૂદ્વારા પાર્વતી નદીની પાસે જ સ્થિત છે.

ઉત્તરાખંડમાં  ગોવિંદ ઘાટ ગુરૂદ્વારા આવેલ છે. જે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીની પાસે સ્થિત છે. અહીં આવનાર  ટૂરિસ્ટ્સ, ટ્રેકર્સ અને શ્રદ્ધાળુ અહીં મફતમાં રહી શકે છે. ગુરૂદ્વારાથી તમે પહાડોમાંથી સુંદર દ્રશ્યો જોઈ શકો છો.

ઋષિકેશમાં આવેલા ગીતા ભવન પવિત્ર ગંગા નદીના તટ પર સ્થિત ગીતા ભવનમાં યાત્રી ફ્રીમાં રહી શકે છે. સાથે જ અહીં તમને ભોજન પણ મફતમાં આપવામાં આવે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે જ્યાં દુનિયા ભરથી લોકો આવીને રોકાય છે.

કેરળના સુંદર પહાડો અને હરિયાળીની વચ્ચે આવેલા આનંદાશ્રમમાં રોકાવવું એક અલગ જ અનુભવ સાબિત થઈ શકે છે. તમે આ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. આશ્રમમાં તમને દિવસના ત્રણ સમયનું ભોજન પણ આપવામાં આવે છે.

ભારતના ઉત્તર પ્રદેશમાં સ્થિત ઐતિહાસિક મોનેસ્ટ્રી તિબ્બતી બૌદ્ધિસ્ટ મોનેસ્ટ્રી સારનાથ આવેલુ છે.  જેમા એક રાત રોકાવવા માટે ભાડુ માત્ર 50 રૂપિયા છે. આ મોનેસ્ટ્રીને લાધન ચોટરૂલ મોનાલમ ચેનમો ટ્રસ્ટની તરફથી મેનટેન કરવામાં આવે છે. આ મોનેસ્ટ્રીમાં ભગવાન બુદ્ધના જ એક રૂપ શાક્યમુનિની પ્રતિમા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version