સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે રમાતી T20 મેચમાં ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્ય કુમાર યાદવે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. તેમણે વર્ષ 2022ના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 45 છક્કા ફટકાર્યા હતા. જેથી તેમણે પાકિસ્તાનના T20 મેચના ઓપનર મો. રિઝવાનને પાછળ પાડયો હતો. આ અગાઉ એક જ કેલેન્ડર વર્ષમાં T20 મેચમાં સૌથી વધુ છક્કા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના બેટ્સમેન મો. રિઝવાનના નામે હતો તેઓએ વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં T20 મેચમાં 42 છક્કા ફટકાર્યા હતા. આમ ભારતના T20 મેચમાં મધ્યમ ક્રમના સૂર્ય કુમાર યાદવે એક્ જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છક્કા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જૉકે ત્રીજા ક્રમે ન્યુઝીલેન્ડના માર્ટિન ગપ્તીલ છે. જેમણે વર્ષ 2021માં T20મેચમાં 41 છક્કા ફટકાર્યા હતા
ભારતનાં મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્ય કુમારે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો…
RELATED ARTICLES