- ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મેળવવા અંગેના ઇન્ટરવ્યૂ માટે અન્ય દેશો કરતાં વધુ સમય લાગે છે…
હાલ જયારે ભારત દેશના વિદ્યાર્થીઓમાં અમેરિકા જઈ અભ્યાસ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા મેળવવા માટે જરૂરી એવા ઇન્ટરવ્યુની તારીખ મેળવવામાં અન્ય દેશો કરતાં વધુ વાર લાગે છે. આ બાબતે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિકન ને અમેરિકાના ડેટાના આધારે જણાવ્યુ હતું કે ભારતના વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા મેળવવા માટે જરૂરી એવા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે 14 મહિનાની રાહ જોવી પડે છે. જયારે પાકિસ્તાનના વિદ્યાર્થીઓને માત્ર 1 દિવસ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓને 4 દિવસ જયારે ચીનનાં વિદ્યાર્થીઓને 2 દિવસનો સમય લાગે છે.આ બાબત અંગે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લીકન સામે રજૂઆત કરી હતી. જેની સામે અમેરિકા દ્વારા એમ જણાવાયુ હતુ કે કોરોના કાળના કારણે અને ઓછા સ્ટાફના પગલે આ પરિસ્થિતી સર્જાઈ હોય તેવું બની શકે છે જે અંગે યોગ્ય કરવાં અમેરિકાએ ખાત્રી આપી હતી.