Published by : Rana Kajal
- હવે ચીનમાં એકપણ ભારતીય પત્રકાર નહી…
સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાં પત્રકારોની ઉપસ્થિતીના કારણે દરેક દેશની આર્થિક, સમાજિક શૈક્ષણિક અને રાજકીય અંગે વિશ્વને જાણ થતી રહે છે. જેના પગલે વિશ્વના તમામ દેશો પર લગભગ એક સમાન રીતે લાગુ પડતી સમસ્યાઓનુ નિવારણ આવી શકે છે કોરોના મહામારીના દિવસો દરમિયાન વિવિઘ દેશોના પત્રકારોએ પણ મહત્વનુ ભુમિકા ભજવી હતી…વિવિઘ ક્ષેત્રોની જેમ ભારત અને ચીને એકબીજા પર પત્રકારો સાથે ખરાબ વ્યવહારના પણ આક્ષેપ લગાવ્યા છે તયારે ભારત અને ચીન બન્ને દેશો તેમના પત્રકારો હટાવી રહ્યાં છે. જેનાં પગલે ચીન ખાતે રહેલા ભારતનાં ઍક માત્ર પિટીઆઇના પત્રકારને ચીને દેશ નિકાલનો આદેશ કર્યો છે. આમ થતા હવે ચીનમાં ભારતનો ઍક પણ પત્રકાર નહીં રહે…