Published by : Rana Kajal
આ ઉપરાંત પણ ટાઇપ અંગેનાં વિવિધ રેકોર્ડ સર્જ્યા… ભારતના એક વ્યકિતએ નાક વડે ટાઇપ કરવાનો વિક્રમ સર્જ્યો છે અને તેથી તેનુ નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં અંકીત થયું છે…. મૂળ દિલ્હીના રહેવાસી એવાં વિનોદ કુમાર ચૌધરીએ નાકથી ટાઇપ કરવા અંગેની પ્રેરણા હૈદરાબાદના મહમદ ખુરશીદ હુસેન પાસેથી મેળવી હતી. ત્યાર બાદ વિનોદ ચૌધરી સતત પ્રેક્ટિસ કરી અને સતત પ્રગતી કરતો રહયો હતો. તેનાં જણાવ્યા મુજબ બન્ને હાથ બાંધીને નાક વડે ટાઇપ કરવું ખુબ મુશ્કેલ અને તકલીફો ભરેલ હોય છે. પરંતું કુટુંબીજનો નો સાથ અને સહકાર મળ્યો હતો. હાલમા વિનોદ નાક વડે A થી Z માત્ર 27 સેકન્ડ માં ટાઇપ કરી શકે છે