Home News Update Health ભારતના કફ સિરપમાં મળી રહ્યા છે કેટલાક દ્રવ્યો…

ભારતના કફ સિરપમાં મળી રહ્યા છે કેટલાક દ્રવ્યો…

0

Published By:-Bhavika Sasiya

  • ઈરાકે ભારતીય કફ સીરપ પર મૂક્યો પ્રતિબંધ…
  • ભારતીય કફ સીરપ પર કેટલાક દેશોએ પ્રતિબંધ મુકેલ છે એક રિપોર્ટ અનુસાર, હાલમાં જ ઈરાકમાં જે ભારતીય કફ સિરપ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી રહી છે, તે Fourrts India Laboratories Pvt Ltd વતી Dabilife Pharma Pvt Ltd દ્વારા તૈયાર કરવામાં આવી છે.

દુનિયાભરના દેશો ભારતીય કફ સિરપની દવાઓને લઈને ચિંતિત છે. 7 ઓગસ્ટના રોજ, ઈરાકે એમ પણ કહ્યું હતું કે જ્યારે ભારતીય દવા કંપની દ્વારા બનાવવામાં આવેલી દવાનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ કફ સિરપ માત્ર દૂષિત નથી પણ જીવલેણ પણ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ભારતમાં બનતા કફ સિરપને લઈને ફરી એકવાર એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 10 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે WHOએ ભારતીય કફ સિરપને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, તાજેતરમાં ઇરાકમાં જે કફ સિરપ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી રહી છે તે ફોર્ટ્સ ઇન્ડિયા લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ વતી Dabilife Pharma Pvt Ltd દ્વારા તૈયાર કરવામાં આવી હતી. WHOએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ કફ સિરપમાં Ethivin Glycol અને Diethylene Glycol બંનેની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં 0.10 ટકા વધુ ઉમેરવામાં આવી છે. આ કોઈપણ માટે ખતરનાક બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે તેનો ઉપયોગ માત્ર લોકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે બગાડી શકે છે, પરંતુ મૃત્યુ પણ નીપજાવી શકે છે…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version