Published By:-Bhavika Sasiya
- ભારત દેશની પ્રગતિ થઇ રહી છે દેશ આર્થિક ક્ષેત્રે મજબૂત બની રહ્યો છે તેમ છતાં ખેડૂતો પર દેવાનૉ બોજ વધી રહ્યો છે.
તમિલનાડુમાં ખેડૂતો પર સૌથી વધુ રૂ. 3.47 લાખ કરોડનું દેવું છે જયારે ગુજરાત પણ આ મામલે નવમાં સ્થાન પર છ દેશના ખેડૂતો પર દેવાનો મુદ્દો હંમેશા ગરમ રહે છે. આમ છતાં ખેડૂતોનું દેવું ઘટતું નથી. ખેડૂતો પર 20 લાખ 86 હજાર 428 કરોડનું દેવું બાકી છે. ખેડૂતોની લોન માફીનો પ્રસ્તાવ કેન્દ્ર પાસે વિચારણા હેઠળ નથી. તમિલનાડુમાં ખેડૂતો પાસે સૌથી વધુ રૂ.3.47 લાખ કરોડનું બાકી છે, જ્યારે રાજસ્થાન છઠ્ઠા સ્થાને અને એમપી દસમા સ્થાને છે. સાંસદ હનુમાન બેનીવાલેએ લોકસભામાં ખેડૂતોની બાકી લોન અને ખેડૂતોની સ્થિતિ પાટા પર લાવવાના પ્રશ્ન પર નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરડેએ એક લેખિત જવાબમાં નાબાર્ડને રાજ્યવાર વ્યાપારી, સહકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોના ખેડૂતો પરના દેણાની જાણકાર આપી હતી…