Published by : Vanshika Gor
- ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો..
- ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’ને બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો
ઓસ્કાર એવોર્ડ 2023 અમેરિકાના લોસ એન્જલસના ‘ડોલ્બી થિયેટર’માં યોજાઈ રહ્યો છે. 95મા ઓસ્કાર એવોર્ડેને આ વખતે જિમ્મી કિમેલ હોસ્ટ કરી રહ્યા છે.આ 95મો એકેડેમી એવોર્ડ્સ ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષના ઓસ્કારમાં ભારતને ત્રણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. જે આ કેટેગરીમાં ભારત માટે પ્રથમ છે.
ઓસ્કાર 2023: બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતમાંથી નોમિનેટ થયેલી ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મના ગીત ‘નાટૂ નાટૂ’એ ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં એવોર્ડ જીતી લીધો છે. આ ગીત 95મા એકેડેમી એવોર્ડ્સમાં ગાયક રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું. તેમજ અભિનેત્રી અને ડાન્સર લોરેન ગોટલીબે પણ આ ગીત પર પરફોર્મ કર્યું હતું.
ઓસ્કર 2023 પહેલા ગીત ‘નાટૂ નાટૂ’ને જાન્યુઆરીમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો હતો. હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં પણ ‘નાટૂ-નાટૂ’એ બેસ્ટ સોંગ કેટેગરીમાં જીત મેળવી છે. આ ગીતના કમ્પોઝર એમએમ કીરવાની છે. જ્યારે તેની લિરિક્સ ચંદ્રબોઝ દ્વારા લખવામાં આવી છે.