Published By : Parul Patel
બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા આઈએમએફ ભારતને સમજાવશે…ભારતે બીન બાસમતી ચોખાની નિકાસ અંગે પ્રતિબંધ મૂક્યો છે, તેથી વિશ્વમાં ચોખાની અછત સર્જાય તેવી સંભાવના ઉભી થઈ છે. તેથી જ ભારતને આ પ્રતિબંધ હટાવવા અંગે સમજાવવા પ્રયાસો ચાલી રહ્યા છે…
આ અંગે વધુ વિગતે જોતા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સંસ્થાએ જણાવ્યુ છે કે, ચોખાની ચોક્કસ વેરાયટી (નોન-બાસમતી સફેદ ચોખા)ની નિકાસ પર ભારતે મૂકેલા નિયંત્રણોને હટાવી દેવા તે ભારત સરકારને પ્રોત્સાહિત કરશે. કારણ કે, ભારતે નિકાસ પર નિયંત્રણો મૂકતાં વિશ્વ સ્તરે આ ચોખાની કિંમત વધી જશે તેમજ ચોખાની અછત પણ સર્જાવાની સંભાવના છે. એમ આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ પીએર-ઓલિવિયર ગોરીન્ચેસે હાલમા પત્રકાર પરિષદમાં આવી માહિતી આપી હતી. ભારતના ઘરઆંગણાના છૂટક બજારોમાં આ ચોખાની કિંમત વધે નહીં અને પૂરવઠાને માઠી અસર ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ભારતમાંથી ચોખાની જે નિકાસ કરવામાં આવે છે, તેમાં આ વેરાયટીના ચોખાની નિકાસનો હિસ્સો 25 ટકા છે. અત્રે નોંધવું રહ્યું કે વિશ્વમાં ચોખાના નિકાસ કરતા દેશોમાં ભારતનું મહત્વ વધારે છે. તેથીજ ભારત ચોખાના નિકાસ અંગે પ્રતિબંધ મૂકે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે, સાથેજ સમગ્ર વિશ્વમાં ચોખાનો આહારમાં ઉપયોગ કરતા દેશો સૌથી વધુ છે.