Published By : Patel Shital
- રૂ. 1, રૂ. 2 અને રૂ. 5 ની ચલણી નોટો…
- “ભૂલી બીસરી યાદે”…
ભારતીય બજારોમાં આર્થિક વ્યવહારોમાં ફરતી ચલણી નોટો કેટલા હાથો દ્વારા અથવા તો કેટલા આર્થિક વ્યવહારોમાં ચલણી નોટ વપરાઈ તેને અર્થતંત્ર માં “ચલણ વેગ” કહેવાય છે.
આ દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવે તો રૂ. 1, રૂ. 2 અને રૂ. 5 ની ચલણી નોટ ભાગ્યે જ બજારમાં જણાય છે જેથી આવી માત્ર 0.1 % બજારમાં ફરી રહી છે. જ્યારે તેનાથી જરા વધારે એટલે કે 0.7 % રૂ. 20 ની ચલણી નોટ જ્યારે રૂ. 10 ની નોટ 0.9 % બજારમાં ફરી રહી છે. તો તેનાથી વધું એટલે કે 1.4 % રૂ. 50 ની ચલણી નોટો ફરી રહી છે. તો તેનાથી બમણાં કરતા વધુ ઝડપથી રૂ. 100 ની નોટ અને તેનાથી વધું રૂ 200 ની નોટ 5.8 % ની ઝડપથી બજારમાં ફરી રહી છે. હાલના દિવસોમાં સૌથી વધુ રૂ. 500 ના દરની ચલણી નોટ 73.3 %ની ઝડપથી બજારમાં ફરી રહી છે. જ્યારે હાલમાં ચલણમાંથી દૂર કરેલ તેમ છતાં લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેલ રૂ. 2000 ની ચલણી નોટ 13.8 % ની ઝડપથી ફરી રહી હતી.