Published by : Rana Kajal
- જૉકે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા અછત ન સર્જાય તે માટે કરાતા પ્રયાસો…
હાલના દિવસોમાં બેંકોમાં વિવિઘ દરની ચલણી નોટોની તંગી સર્જાય તેવી પરિસ્થિતિનું સર્જન થયુ છે. આ કારણોસર મળતી માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની પ્રિન્ટિંગ પ્રેસ સતત કામ કરી ચલણી નોટોનું છાપકામ કરી રહીં છે.
આ પરિસ્થિતી સર્જાવાનુ મુખ્ય કારણ એ છે કે તા 23 મેથી રૂ 2હજારની ચલણી નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ જતાં રૂ 2 હજાર ના બદલામાં મોટે ભાગે બેન્કો માંથી રૂ 500ના દરની ચલણી નોટો આપવામા આવી રહી છે.જેના પગલે હવે બેંકોમાં પણ રૂ 500 ના દરની ચલણી નોટો ની અછત સર્જાય રહી છે ત્યારે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ
સતત પ્રિન્ટિંગ પ્રેસ માં ચલણી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે.રિઝર્વ બેંકે પ્રિન્ટીંગ પ્રેસને 24 કલાક નોટો છાપવા માટે આદેશ કરેલ છે તે સાથે અઠવાડિયામાં સાતેય દિવસ કામ કરવું પડે છે. રૂ. 2 હજારની નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટોના પુરવઠાને પહોંચી વળવા માટે પ્રિન્ટિંગ પ્રેસને ચલણી નોટોના પ્રિન્ટિંગ માટે દિવસ-રાત કામ કરવા આદેશ અપાયો છે. જેથી લોકોને જરૂરી સંખ્યામા 500ની નોટ સરળતાથી મળી શકે. જૉકે હાલમાં માર્કેટમાં લગભગ 24 હજાર કરોડ એટલે કે 3 લાખ કરોડના મૂલ્યની 2000ની નોટો છે. જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના પ્રિન્ટીંગ પ્રેસને સુપર સ્પીડની જરૂર છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યારે પણ પ્રિન્ટિંગ પ્રેસ પોતાનું શ્રેષ્ઠ આઉટ પુટ આપીને જ કામ કરી રહી છે. પરંતુ આવનારા સમયમાં 2000ની નોટ બદલવા માટે પ્રિન્ટિંગ પ્રેસે તેની ઝડપ હજી પણ 40 ટકા વધારવી પડશે. જેથી આગામી 5 મહિનામાં 2000ની નોટ બદલવાનો લક્ષ્યાંક પૂરો કરી શકાય. નોંધવું રહ્યું કે વર્ષ 2018થી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ છે. હાલમાં રિઝર્વ બેંકનું ધ્યાન માત્ર 500ની નોટ છાપવા પર છે. આવનાર 30 સપ્ટેમ્બર સુધી એટલે કે 4 મહિનાનો સમય અપાયો છે. આ સમય દરમિયાન લોકો તેમની 2000ની નોટ બદલી શકશે. જો કે, એક સમયે 20000 એટલે કે 2000ની માત્ર 10 નોટો જ બદલી શકાશે.