Published by : Rana Kajal
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લઇ માહિતી આપતા કહ્યું છે કે, વર્ષ 2030 સુધીમાં દેશભરમાં બે કરોડથી વધુ ઈલેક્ટ્રીક વાહનો તૈયાર થઇ શકે છે.
સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહ્યું કે આજે દેશમાં 20.8 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે. 2021 ની સરખામણીમાં, 1 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થયા છે અને તેમાં 300 ટકાનો વધારો થયો છે. જેમાં તેમણે કહ્યું કે, અંદાજ મુજબ 2030 સુધીમાં બે કરોડથી વધુ વાહનો હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4.5 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે અને આવનારા સમયમાં તેમની સંખ્યા પણ વધશે, જેનાથી 10 લાખ નોકરીઓનું પણ સર્જન થશે.