Published by : Rana Kajal
મંદી અને મોંઘવારીના અજગર ભરડામાં અમેરિકા જેવી આર્થિક મહાસત્તાને પણ અસર થઈ રહી છે ત્યારે આવી વિપરીત આર્થિક પરિસ્થિતીમાં પણ ભારતે તેની આર્થિક વિકાસની આગેકૂચ યથાવત રાખી હોય તેમ વર્ષ 2022- 23 માં GDP 7.2 ટકા નોંધાયો હતો..ભારતનાં આર્થિક વિકાસ અંગે વધુમાં જોતા કારમી મોંઘવારી અને મંદીમાં દેશમાં ગ્રાહકોએ તેમની ખરીદી સતત ચાલુ રાખતા વર્ષ 2022-23 નો આર્થીક વિકાસ દર એટલે કે GDP 7.2 ટકા રહયો હતો.અત્રે નોંધવું રહ્યું કે વર્ષ 2018 માં ભારતે તેના અર્થતંત્રનુ કદ પાંચ ટ્રિલિયન ડોલર રાખવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. જૉકે હાલ ભારતનું અર્થતંત્ર 3.3 ટ્રિલિયન ડોલર ની સપાટીએ પહોંચી ગયું છે. તે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો જણાયો છે ગત વર્ષ કરતા આ વર્ષે માથાદીઠ આવકમાં 14.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. અત્રે નોંધવું રહ્યું કે આર્થિક દ્રષ્ટિએ આ સમય ભારત સિવાયના વિશ્વના અન્ય દેશોમાં ખુબ ચિંતાજનક પરિસ્થિતી છે. એટલું જ નહી પરંતુ અમેરિકા જેવા વિશ્વમાં આર્થિક મહા સત્તા સમાન દેશની પણ આર્થિક પરિસ્થિતી ડામાડોળ થઈ ગઈ છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ ખુબ નોધપાત્ર રહયો છે