પશ્ચિમ બંગાળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ભેટ મળી છે. એક વર્ષ બાદ એટલે કે ડિસેમ્બર-2023માં કોલકાતા અને હાવડાના લોકો ગંગા નદીમાં બનાવાયેલા ટનલમાં પ્રવાસ કરી શકશે. હાવડાને કોલકાતા સાથે જોડનાર આ ટનલ ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરનો ભાગ છે, જેનું 120 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
મુસાફરોને અદભુત અનુભવ થશે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને હાવડા વચ્ચે પસાર થતી હુગલી નદીમાં ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પાણીની અંદર બનાવાઈ રહેલી ભારતની આ પ્રથમ ટનલમાં મુસાફરોને અદભુત અનુભવ થશે, કારણ કે આ ટનલમાંથી ટ્રેન 520 મીટરનું લાંબુ અંતર માત્ર 45 સેકન્ડમાં પાર કરશે.
520 મીટર લાંબા અંતરની આ ટનલ કોલકતાના ઈસ્ટ-વેસ્ટ કૉરિડોરનો એક ભાગ છે. આ ટનલ આઈટી કેન્દ્ર સૉલ્ટ લેક સેક્ટર-5થી નદીની પેલે પાર પશ્ચિમમાં પૂર્વી હાવડા મેદાનને જોડે છે. આ ટનલનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને એસ્પ્લેનેડ તેમજ સિયાલદહ વચ્ચે 2.5 કિલોમીટરના અંતરનું કામકાજ પૂર્ણ થયા બાદ ડિસેમ્બર-2023માં આ કોરિડોર શરૂ થવાની સંભાવના છે.સિયાલદહ-હાવડાનો પ્રવાસ માત્ર 40 મિનિટનો કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજર (સિવિલ) શૈલેષ કુમારે કહ્યું હતું કે, પૂર્વ-પશ્ચિમ કોરિડોર માટે ટનલ જરૂરી અને મહત્વપૂર્ણ હતી. રહેણાંક વિસ્તારો અને અન્ય કેટલીક સમસ્યાઓના કારણે નદીમાં માર્ગ બનાવવો એકમાત્ર સંભવિત રસ્તો હતો. તેમણે જણાવ્યું કે, હાવડા અને સિયાલદહ વચ્ચેની મેટ્રો સેવાના કારણે પ્રવાસીઓની 1.5 કલાકની મુસાફરીમાં 40 મિનિટનો ઘટાડો થશે.ટનલમાં પાણીનો પ્રવાહ, લીકેજ રોકવા શું કરાયું ?તેમણે જણાવ્યું કે, ટનલ પાર કરવામાં 45 સેકન્ડનો સમય લાગશે. ટનલમાં પાણીના પ્રવાહ અને લીકેજને રોકવા સુરક્ષા અંગેના ઘણા પગલાં લેવાયા છે. પાણીના પ્રવેશને રોકવા કેટલાક ભાગોમાં ફ્લાય એશ અને માઈક્રો સિલિકાથી બનાવાયેલ કોંક્રિટ મિશ્રણનો ઉપયોગ કરાયો છે.