Published by : Rana Kajal
ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે, આ ત્રણ ફેઝના ટ્રાયલમાં અસરદાર સાબિત થઇ છે. પહેલા ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGI એ ભારત બાયૉટેકની ઇન્ટ્રા નેઝલ કૉવિડ વેક્સીનને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી.
નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે.