કોવિડ મહામારી પછી ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે. જેના કારણે ભારત બ્રિટનને છોડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. દેશની આ પ્રગતિમાં ગૌતમ અદાણીનો મોટો હાથ માનવામાં આવી રહ્યો છે. 2008 બાદ પહેલી વાર એવું બન્યુ કે ભારતના ધનાઢ્ય લોકોની ટોપ પોઝિશનમાં બદલાવ આવ્યો છે. 2008 બાદ પહેલીવાર એવુ બન્યુ કે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પછાડીને દેશના ટોપ ઉદ્યોગપતિનું સ્થાન મેળવ્યુ છે. ગૌતમ અદાણીની નેટવર્થ વર્ષ 2021માં લગભગ ત્રણ ગણી વધી અને વર્ષ 2022માં વધીને 150 બિલીયન ડોલર પહોંચી છે, એવામાં ગૌતમ અદાણી ભારતના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે.
100 અબજ ડોલરના રોકાણની ગૌતમ અદાણીની જાહેરાત
ગૌતમ અદાણીએ આવનારા વર્ષોમાં 100 અબજ ડોલરના રોકાણની યોજનાનું એલાન કરી ચુક્યા છે. એમા પણ આ રકમનો 70 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીને મળે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 1,211,460.11 કરોડની કુલ સંપતિ વાળા અદાણી દેશના સૌથી મોટા પોર્ટના માલિક પણ છે. શેરબજારમાં પાછલા વર્ષની તુલનામાં વાત કરીએ તો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ધનાઢ્ય લોકોની સંપતિ વધી છે. આ 100 લોકોની સંયુક્ત સંપતિ 25 અબજ ડોલરથી વધીને 800 અબજ ડોલર થવા પામી છે. રૂપિયો ભલે 10 ટકા નબળો પડ્યો પરંતુ, અબજોપતિ અદાણી તો ટોપ પોઝીશન પર જ રહ્યા