Published By : Parul Patel
ભારતનો યુવાન તીરંદાજ પ્રિયાંશ સ્લોવેનિયાના અલ્જાઝ બ્રેન્કને ૧૪૭-૧૪૧થી હરાવીને અન્ડર-૨૧ કૅટેગરીમાં કમ્પાઉન્ડ આર્ચરીનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. ભારતને આ સ્પર્ધામાં નવમાંથી ત્રણ બ્રૉન્ઝ અને એક સિલ્વર ઉપરાંત ખાસ કરીને જે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા એમાંનો એક પ્રિયાંશનો છે. અન્ડર-૧૮ ગર્લ્સમાં અદિતિ સ્વામી અમેરિકાની લીએન ડ્રેકને ૧૪૨-૧૩૬થી હરાવીને એ વર્ગની વિશ્વવિજેતા બની હતી. તેથી ભારતને આર્ચરીમાં બે દિવસમાં બે વર્લ્ડ ચેમ્પિયન મળ્યા છે. આર્ચરીમાં ભારતે નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે, ત્યારે આગામી દિવસોમાં આર્ચરીની આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનો વધુ ઉજળો દેખાવ થશે તેવી અપેક્ષાઓ રખાઈ રહી છે.