Published By : Parul Patel
કોરોના મહામારીના કારણે જાહેર થઈ નહીં શકનાર ભારતની વિદેશ વ્યાપાર નીતિ જાહેર કરવામાં આવી હતી. વિદેશ વેપાર નીતિ FTP કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે જાહેર કરી હતી.
ભારતીય વિદેશ વેપાર નીતિમાં આત્મ નિર્ભરના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અને એવી ધારણા કરવામાં આવી છે કે વર્ષ 2030 સુધીમાં ભારતની નિકાસ બે ટ્રિલિયન ડોલર સુઘી પહોચી જશે. હાલમાં સરકાર વિશ્વમાં ભારતીય રૂપિયાનું ચલણ વધે તેવા તમામ પ્રયાસો કરી રહી છે. સાથેજ ભારતે ગતિશીલ વિદેશ વ્યાપાર નીતિ ખુલ્લી મૂકી છે. વિકાસ નીતિના હેતુઓ અંગે જોતા વેપાર નીતિ નિકાસકારો, રાજ્યો, જિલ્લાઓ અને ભારતીય મિશનો વચ્ચે સહકાર વધે છે. સાથેજ આ વેપાર નીતિમાં સમયે સમયે ફેરફાર કરાતા રહેશે તેમ પણ જણાવાયું છે.

ભારતીય વેપાર નીતિમાં સ્પષ્ટ પણે આર્થિક આત્મનિર્ભરનો કોન્સેપ્ટ મહત્વનો સાબીત થશે. જેમાં દેશમાં નવી નવી ચીજ વસ્તુઓનું પ્રોડક્શન કરવામાં આવશે જેની અત્યાર સુઘી આયાત કરવામાં આવતી હતી. તે સાથે વિવિધ નાની મોટી ચીજ વસ્તુઓના ઉત્પાદન અને તેના માર્કેટ નો સ્ટડી કરી એવી કઈ વસ્તુઓ છે જેનું પ્રોડક્શન ભારત કરી શકે અને વિશ્વમાં તેનુ માર્કેટ હોય, તેનું ઉત્પાદન કરી વેપાર વધારવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.