Published by : Anu Shukla
સંસ્કૃતને દેવોની સાથે ભાષાઓની મા પણ કહેવામાં આવે છે. પરંતુ આજ કાલ પશ્ચિમી સંસ્કૃતિના આકર્ષણમાં ક્યાંકને ક્યાંક સંસ્કૃત ભાષા તો ભૂલાઈ જ ગઈ છે. અત્યાર સુધી દરેકને એવું જ હતું કે સંસ્કૃત ભાષા હવે માત્ર ધાર્મિક પુસ્તકોમાં જ જોવા મળે છે. આજે પણ ભારતમાં એક આખું ગામ એવું છે જે માત્ર સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.
મોટા ભાગે આપણે સંસ્કૃત ભાષા ત્યારે જ સાંભળીએ છીએ જ્યારે ઘરમાં કોઈ હોમ હવન થયું હોય કે પછી કોઈ ધાર્મિક ગ્રંથ વાચ્યો હોય. પરંતુ આજે પણ આપણા દેશમાં એક ગામ એવું છે જ્યાં તમામ લોકો માત્ર એક જ ભાષાનો ઉપયોગ કરે છે અને તે છે સંસ્કૃત.
આ ગામ કર્ણાટકના શિવમોગ્ગા શહેરમાં આવેલું છે. જેનું નામ છે મત્તુર. મત્તુર ગાંમમાં કુલ 537 પરિવાર રહે છે. જેની લગભગ વસ્તી 2 હજાર 864ની થાય છે. આ ગામના લોકો સંસ્કૃત ભાષાનો ઉપયોગ એવી રીતે કરે છે જેવી રીતે આપણે ગુજરાતી, હિન્દી કે પછી અંગ્રેજી ભાષાનો કરીએ છીએ. આ ગામમાં બાળકોને સ્પેશિયલ વેદોનું જ્ઞાન આપવામાં આવે છે.
મત્તુર ગામમાં વૃદ્ધો અને જુવાન લોકોના વિચારોમાં પણ ઘણો ફર્ક છે. આ ગામમાં આજે પણ કોઈ બીજા ધર્મના લોકો આવે છે તો લોકો તેનાથી મોં ફેરવી દે છે. આ ગામમાં બધા જ રીતિ રિવાજોનું કડક અમલીકરણ થાય છે. એટલુ જ નહીં પણ તમને સાંભળીને નવાઈ લાગશે કે આ ગામમાં લગ્ન પ્રસંગ પણ 7 દિવસ સુધી ચાલે છે. કેવી મજા પડી જાય તો અહિંયા પણ આવી રીતે લગ્ન થતા હોય તો. આ ગામ માત્ર સંસ્કૃત ભાષા માટે નહિ પણ બીજી ઘણી બાબતો માટે પ્રખ્યાત છે. મત્તુર ગામમાં ગુનાખોરી પણ ઓછી છે. આ ગામમાં લોકો સંપત્તિ કે પછી જમીન માટે અંદર અંદર લડતા નથી, કારણ કે અહિંયા મોટા ભાગના લોકો વિસ્તૃત પરિવારમાં રહે છે. મત્તુર સિવાય હોશેલી ગામમાં પણ સંસ્કૃત ભાષા બોલાય છે.
કહેવાય છે માણસે પોતાના મૂળ ક્યારેય ભૂલવા ના જોઈએ. તે વ્યક્તિનું ઉદગમ સ્થાન હંમેશા તેની ઓળખ રહે છે.. આપણુ ભારત દેવોની ભૂમિ છે અને દેવોની માત્ર એક જ ભાષા છે.. અને તે છે સંસ્કૃત. મત્તુર ગામના લોકોની માનસિક્તાના કારણે તે ગામમાં આજે પણ સંસ્કૃતિ જળવાઈ છે.