Published By : Patel Shital
- મૂળ ભારતના બે CEO ને અમેરિકાની સલાહકાર ટીમમાં સામેલ…
અમેરિકાના પ્રમૂખ જો. બાઇડેને બે ભારતીય મૂળના CEO નો તેમની સલાહકાર સમિતિમાં સમાવેશ કર્યો છે અને તેમને મોટી જવાબદારી સોંપી છે.
આ ભારતીય મૂળના અમેરિકીઓમાં ફલેક્સના CEO રેવતી અદ્વૈતી અને નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલના CEO મનીષ બાપના સામેલ છે. આ બંનેને વેપાર નીતિ અને મંત્રણા માટેની સલાહકાર સમિતિમાં સામેલ કરાયા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને ૧૪ લોકોની એક ટીમની જાહેરાત કરી છે જે અમેરિકી સલાહકાર સમિતિનો હિસ્સો બનશે. આ ટીમમાં રેવતી અદ્વૈતી, મનીષ બાપના, ટિમોથી માઈકલ બ્રોસ, થોમસ એમ. કોનવે, એરિકા આર. એચ. ફુચ્સ, માર્લન ઈ. કિમ્પસન, રયાના, શોન્ડા યવેટે સ્કોટ, એલિઝાબેથ શુલર, નીના જ્લોસ્બર્ગ-લેન્ડિસ અને વેન્ડેલ પી.વીક્સને સામેલ કરાયા છે.
આ સમિતિ કોઈપણ વેપાર સમજૂતી અંગે પ્રવેશ કરતાં પહેલાની વાતચીત, વ્યાપારિક, સોદાબાજીની સ્થિતિ, ટ્રેડ એગ્રીમેન્ટ્સની સમજૂતી અને તેનું અમલ તથા વહીવટીતંત્ર મામલે બાઈડેન સરકારને સલાહ આપશે.

રેવતી અદ્વૈતી ફ્લેક્સના CEO છે. તે કંપનીની રણનીતિક દિશા નક્કી કરવા અને ફલેક્સને પરિવર્તનના માધ્યમથી દુનિયાભરમાં અગ્રણી બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. રેવતીના નેતૃત્વમાં આ કંપની સતત આગળ વધી રહી છે.

મનીષ બાપના નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલના અધ્યક્ષ અને CEO છે. તેમના નેતૃત્વમાં આ કંપનીએ ગત અડધી સદીમાં અનેક પર્યાવરણીય સિદ્ધી પ્રાપ્ત કરી છે. ૨૫ વર્ષની કારકિર્દીમાં બાપનાના નેતૃત્વની ભૂમિકાઓએ ગરીબી અને ક્લાઇમેટ ચેન્જના મૂળ કારણોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.