Home International ભારતનું ગૌરવ…મૂળ ભારતીય નાગરિકને મળ્યો UAEનો પુરસ્કાર…25 વર્ષ સુધી દર મહિને મળશે...

ભારતનું ગૌરવ…મૂળ ભારતીય નાગરિકને મળ્યો UAEનો પુરસ્કાર…25 વર્ષ સુધી દર મહિને મળશે તેને લાખો રુપિયા…

0

Published By : Parul Patel

ભારતનું ગૌરવ વધારે તેવી ઍક માહિતી સામે આવી છે જેની વિગત જોતા સંયુક્ત અરબ અમીરાતમાં મૂળ ભારતીય વ્યક્તિને દેશનો મેગા એવ્રોડ મેળવ્યો છે…

આ પુરસ્કાર યુએઈનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. અમીરાત ડ્રોના આયોજક પૌલ ચૅડરે કહ્યું: “મને આનંદ છે કે અમે લોન્ચ થયાના આઠ અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ફાસ્ટ-ફાઇવ માટે પ્રથમ વિજેતાની જાહેરાત કરી છે. અમે તેને ફાસ્ટ-ફાઇવ કહીએ છીએ કારણ કે તે સૌથી ઝડપી છે. કરોડપતિ બનવાની આ એક રીત છે.

મુળ ભારતીય અને યુએઈમાં રહેનારા મોહમ્મદ આદિલ ખાનને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ પુરસ્કતાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે કે મારા પરિવારમાં હું એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. મારો સાથી એવો મારો ભાઈ પણ કોરોના દરમિયાન મૃત્યુ પામ્યો. હવે તેના પરિવારની સંભાળ લેવાની જવાબદારી પણ મારા માથે આવી ગઈ છે. મારે માતા-પિતા અને પાંચ વર્ષની પુત્રી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશના મોહમ્મદ આદિલ ખાનને ફાસ્ટ ફાઈવ ડ્રોના મેગા પ્રાઈઝના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. મોહમ્મદ આદિલ ખાન દુબઈમાં એક રિયલ એસ્ટેટ કંપનીમાં ઈન્ટિરિયર ડિઝાઈન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. ઈનામ તરીકે ખાનને 25 વર્ષ સુધી 25 હજાર દિરહામ એટલે કે 5,59,822 રૂપિયા પ્રતિ મહિને મળવા પાત્ર બને છે. આ એક ખૂબ મોટી રકમ છે કે જે આગળના 25 વર્ષ સુધી તેને મળતી રહેશે જેના કારણે પરિવારને મોટી આર્થિક સહાય થઈ જશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version