Published By:-Bhavika Sasiya
એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમે 10 મીટર પુરુષોની રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટનો સ્કોર કરીને ચીનને પછાડીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. જેથી ભારતના ગૌરવમાં વધારો થયો હતો.
એશિયન ગેમ્સ 2023માં ભારતીય શૂટિંગ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતની 10 મીટર પુરુષોની રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટનો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને ચીનના 1893.3 પોઈન્ટના રેકોર્ડને પાછળ છોડી દીધો. આ સાથે ભારતીય ટીમે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.વધુમાં જોતા પુરુષોની 10 મીટર એર રાઈફલની ટીમ ઈવેન્ટમાં ભારતના ત્રણ શૂટર્સ – દિવ્યાંશ સિંહ પવાર, રુદ્રાંશ બાળાસાહેબ અને ઐશ્વર્યા તોમરે સંયુક્ત સ્કોર સાથે વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. આ ત્રણે મળીને 1893.7 પોઈન્ટ ઉમેર્યા જે એક વિશ્વ વિક્રમ છે. આ પહેલા આ રેકોર્ડ 1893.3 પોઈન્ટનો હતો, જે ચીને બનાવ્યો હતો. ત્રણ ભારતીય શૂટરોમાં રૂદ્રાંક્ષ બાળાસાહેબે સૌથી વધુ 632.5 પોઈન્ટ મેળવ્યા હતા. તેમના સિવાય ઐશ્વર્યા તોમરે 631.6 પોઈન્ટ બનાવ્યા જ્યારે દિવ્યાંશ પવારે 629.6 પોઈન્ટ બનાવ્યા હતા.
ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો – જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં, રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.જોકેભારતને મળ્યા અત્યાર સુધી 7 મેડલ જીત્યા જેમાં મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર મેડલ બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ મેડલ મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ મેડલ
ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ મેડલ અને
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે…