Published By : Patel Shital
- વિશ્વ બેંકના પ્રમુખ પદે ભારતીય મૂળના અજય સિંહ બંગા બિનહરીફ જાહેર…
ભારતીય મૂળના અજય સિંહ બંગા વિશ્વ બેંકના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થતાં ભારતનાં ગૌરવમાં વધારો થયો છે. વિશ્વમાં આર્થિક દ્વષ્ટિએ તેમજ અન્ય કારણોસર વિશ્વ બેંકનું આગવું મહત્વ છે. ત્યારે ભારતીય મૂળના અજય સિંહ બંગા વિશ્વ બેંકના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જો કે અજય સિંહના નામનો પ્રસ્તાવ અમેરિકાના પ્રમુખ જો બાઇડને આપ્યો હતો. અજય સિંહ બંગાને વર્ષ 2016માં ભારત સરકારે પદ્મશ્રી થી નવાજ્યા હતા. મહારાષ્ટ્રના પુણે ખાતે જન્મેલા અજય સિંહ બંગા ઉચ્ચ એકેડેમીક યોગ્યતા ધરાવે છે.