Published By:-Bhavika Sasiya
ભારતમાં એક અવુ રાજય છે. જ્યા સામાજિક સંરચના એવી કે છોકરો હોય કે છોકરી ઓછી ઉંમરમાં કમાવવા લાગે છે. 100ટકા સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનુ આ બીજુ રાજ્ય છે. આ રાજ્ય સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિદ્યાર્થીઓના વિકાસની તકો પૂરી પાડે છે. આ રાજ્ય નુ નામ છે મિઝોરમ…

ગુરુગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટેજી પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં મિઝોરમ સૌથી ખુશ રાજ્ય હોવાનું સાબિત થયું છે. અહીં અભ્યાસ કરવા માટે માતાપિતા તરફથી કોઈ દબાણ કરવામાં આવતુ નથી.
મિઝોરમનું સામાજિક સંરચના પણ તેના યુવાનોની ખુશીમાં ફાળો આપે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મિઝોરમનો હેપ્પીનેસ ઈન્ડેક્સ જેમ કે કૌટુંબિક સંબંધો, કાર્ય સંબંધિત મુદ્દાઓ, સામાજિક મુદ્દાઓ અને પરોપકાર, ધર્મ, સુખ અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ના માપદંડો પર આધારિત છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિઝો સમુદાયમાં દરેક બાળક, પછી તે છોકરો હોય કે છોકરી, તેમના વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. લોકો નાની ઉંમરે જ કમાવા લાગે છે. અહીં કોઈ પણ કામ નાનું કે મોટું માનવામાં આવતું નથી. 16 કે 17 વર્ષની આસપાસ તેઓ અહીં કામ કરવાનું શરૂ કરે છે. તેનું પ્રમોશન પણ થાય છે. મિઝોરમમાં પણ આવા પરિવારો મોટી સંખ્યામાં છે જે તૂટી ગયા છે. જો કે, જ્યારે માતા મજૂરી કરતી હોય, પોતે પૈસા કમાતી હોય અને મિત્રો અને આસપાસના લોકો પણ આવી જ પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યા હોય, ત્યારે બાળકો સમાજથી અલગ અનુભવતા નથી. જ્યારે છોકરાઓ અને છોકરીઓ બંનેને પોતાના માટે કમાવવાનું શીખવવામાં આવે છે. એક બોર્ડિંગ સ્કૂલના સિસ્ટરએ જણાવ્યું કે, “ઉછેર એ નક્કી કરે છે કે યુવક ખુશ છે કે નહીં, આપણો સમાજ જાતિવિહીન છે.