Published by : Rana Kajal
દેશનું સૌથી લાંબુ એસ્કેલેટર દિલ્હીમાં જનકપુરી વેસ્ટ મેટ્રો સ્ટેશન પર બનાવવામાં આવ્યું છે.આ એસ્કેલેટર 35.3 મીટર લાંબુ છે. જનકપુરી વેસ્ટ મેટ્રો સ્ટેશન પર બનેલ આ એસ્કેલેટર 15.6 મીટર ઉંચુ છે. તેની લંબાઈ 35.3 મીટર છે. વધુ લંબાઈને કારણે, તેને જોઈન્ટ કરીને જોડવામાં આવ્યું છે તેથી તે ભારતનું સૌથી લાંબુ એસ્કેલેટર બની ગયું છે. આ એસ્કેલેટરની ઊંચાઈ લગભગ પાંચ માળની ઈમારત જેટલી છે. આ અગાઉ કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર સ્થિત એસ્કેલેટર સૌથી વધુ હતું. અગાઉ કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર સ્થિત એસ્કેલેટર 14.5 મીટરની ઊંચાઈ સાથે સૌથી ઊંચું હતું. આ એસ્કેલેટરનો ઉપયોગ યલો લાઇનથી રેડ લાઇન અને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ સુધી જવા માટે થાય છે.