Published By:-Bhavika Sasiya
ચંદ્રની પ્રથમ તસવીર ચંદ્રયાન ત્રણે આપી…
ચંદ્રયાન -3 નિર્ધારિત યોજના મુજબ કામગીરી કરતા ભારતના ગૌરવમાં વધારો થઇ રહ્યો છે.
ચંદ્રયાન-3 લક્ષ્ય તરફ મક્કમ પ્રગતિ કરી રહ્યું હોવાની પ્રતીતિ થઇ રહી છે જેના પુરાવા રૂપે આ યાને ચંદ્રની પહેલી તસવીર મોકલી છે અને 23મી ઓગસ્ટના રોજ યાન ચંદ્ર પર ઊતરાણ કરશે. ચંદ્રયાન-3 અત્યારે એવી અંડાકાર કક્ષામાં ફરી રહ્યું છે, જેમાં તેનું ચંદ્રથી અંતર કમસેકમ 170 કિ.મી. અને સૌથી વધુ 4313 કિ.મી.અંતર છે
ચંદ્રયાન-3ના કેમેરાઓ દ્વારા ચંદ્રની તસવીર લેવાઈ હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ તેની વેબસાઈટ પર તસવીરોનો વીડિયો બનાવીને શેર કર્યો છે. મિશનની જાણકારી આપતા ઈસરોએ ડ' પોસ્ટમાં ચંદ્રયાને મોકલેલો સંદેશ લખ્યો હતો કે,
હું ચંદ્રયાન-3 છું. મને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવાઈ રહ્યું છે.’ ઈસરોએ એવું પણ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. હવે 23મી ઓગસ્ટના ઊતરાણથી પહેલાં ચાર વખત ચંદ્રયાને પોતાનો ઓર્બિટ ઓછો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ઓગસ્ટના રાત્રે 12 વાગ્યે ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષાથી ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું.