Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalભારતનુ ગૌરવ…. દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર વિમાન પહેલીવાર ભારત આવ્યા

ભારતનુ ગૌરવ…. દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર વિમાન પહેલીવાર ભારત આવ્યા

દેશમા બેંગલુરુ ખાતે સોમવારથી યોજાયેલ એરશોમાં ભાગ લેવા દુનિયાના દુનિયાના ના સૌથી એડવાન્સ ફાઈટર વીમાનો આવી પહોંચ્યા હતા જે ભારત માટે ગૌરવ સમાન બાબત કહી શકાય….

સૌથી મોટા બેંગલુરુ એર શૉની સોમવારે શરૂઆત થઇ. આ એર શૉની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, દુનિયાના સૌથી એડવાન્સ બે અમેરિકન ફાઇટર જેટ એફ-35ની ભારતમાં પહેલીવાર એન્ટ્રી થઇ. એફ-35 બનાવતી લોકહિડ માર્ટિન કંપનીના બે એફ-16 વાઇપર અને બે એફએ/18 સુપર હોર્નેટ બેંગલુરુ પહોંચી ચૂક્યા હતા. આ સ્થિતિમાં એફ-35ની હાજરીને લઇને આખો દિવસ ચર્ચા રહી. આ એર શૉમાં એફ-35 પણ ઉડાન ભરશે.ભારત અને અમેરિકાના ડિફેન્સ એટેચી રિયર એડમિરલ માઇકલ બેકરે ભારત સાથે એફ-35ના સંભવિત અધિગ્રહણ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘બંને દેશ વ્યૂહાત્મક ભાગીદાર છે. ભારત ખુદ પણ ભવિષ્યના ફાઇટર જેટ બનાવી રહ્યું છે.’ હકીકતમાં ભારતને 114 મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાના છે. અમેરિકાની નજર તેના જેટ વેચવા પર છે. આ એર શૉનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા, તો એરફોર્સના વડા વી.આર. ચૌધરી દુનિયાના સૌથી લાઇટ વેઇટ ફાઇટર જેટ તેજસમાં અહીં પહોંચ્યા હતા.આ શૉના ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એર શૉ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ શૉ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં ઝડપથી આગળ લઇ જશે. ભારત 75 દેશને શસ્ત્રસરંજામ નિકાસ કરે છે.અહીં સુપરસોનિક ટ્રેનર એચએલએફટી-42 વિમાનને પહેલીવાર પ્રદર્શિત કરાયું હતું. તેની ટેઇલ પર હનુમાનજીનું ચિત્ર છે. તેની નીચે લખ્યું છે કે, ‘ધ સ્ટોર્મ ઇઝ કમિંગ’ એટલે કે ઝડપથી તોફાન આવવાનું છે.એફ-35 ફિફ્થ જનરેશન ફાઇટર જેટ છે. તેનું સ્ટ્રેલ્થ ફીચર હેલિકોપ્ટરની જેમ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે છે. એફ-35 હાલ કોઇ દેશ પાસે નથી.

આઠ હજાર કિલો વજનના શસ્ત્રો લઇ જઇ શકે છે.દુશ્મનની રડાર પકડી નથી શકતી અને તેથી લક્ષ્યને તબાહ કરીને પરત ફરી શકે છે.1.6 મેક સ્પીડ એટલે કે અવાજથી પણ દોઢ ગણી વધુ ગતિએ તે ઉડાવી શકાય છે.એડવાન્સ સેન્સર, તેનાથી ઇલેક્ટ્રોનિક વૉર પણ શક્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!