Published by : Rana Kajal
કાશ્મીર વિસ્તારમાંથી લિથિયમ જેવી કિંમતી ધાતુ મળી આવતા ભારત ખનીજ ક્ષેત્રે સમૃધ્ધ બની ગયું છે. મળતી માહિતી મુજબ કાશ્મીરમાંથી 59 લાખ ટન લિથિયમનો જથ્થો મળી આવ્યો છે. લિથિયમના આ જથ્થાના પગલે હવે ભારત કદાચ લિથિયમ અંગે આત્મનિર્ભર બની શકે તેવી સંભાવના છે. લિથિયમ ધાતુ મોબાઈલ અને અન્ય ઉપકરણો માટે અત્યંત મહત્વની ધાતુ છે. ત્યારે ધાતુ મળી આવ્યા બાદ ધાતુને ખાણમાંથી બહાર કાઢવા અને તેની પ્રોસેસ કરવાની પણ ખુબ જટીલ પક્રીયા હોય છે જોકે આ જટીલ કામ અંગે લિથિયમ ધાતુ માટે હાલ અગ્રણી દેશ એવા ચિલી દેશે ભારતને મદદ અને ટેકનિકલી સહાયની ઑફર કરેલ છે.