Published By : Patel Shital
- બે વખતની કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન સંજીતા ચાનૂ ઉપર 4 વર્ષનો પ્રતિબંધ લદાયો…
ભારતને રમતગમત ક્ષેત્રે આગવું ગૌરવ અપાવનાર અને કોમનવેલ્થ ગેમ્સમાં 2 વખત ચેમ્પિયન બનનારી ભારતીય વેઈટલિફ્ટર સંજીતા ચાનુ ડોપ ટેસ્ટમાં પોઝિટીવ આવતાં તેની પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સંજીતા પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં રમાયેલી નેશનલ ગેમ્સ દરમિયાન પરિક્ષણમાં પ્રતિબંધક દવાઓ લેતાં પકડાઈ હતી. જો કે હવે ભારતીય વેઈટલિફ્ટિંગ મહાસંઘના પ્રમુખ સહદેવ યાદવે કહ્યું કે સંજીતાને પ્રતિબંધિત કરવામાં આવી છે. દેશ અને સંજીતા માટે આ મોટો ઝટકો છે. આ ઉપરાંત તેણે નેશનલ ગેમ્સમાં જીતેલો સિલ્વર મેડલ પણ પરત લઈ લેવામાં આવશે. નોંધવું રહ્યું કે સંજીતાએ 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવી જ રીતે 2018માં તે ફરી ચેમ્પિયન બની હતી. સંજીતા પાસે હવે અપીલ કરવાની તક છે પરંતુ તે અપીલ કરે છે કે નહીં તે જોવું રહ્યું.