Published by : Anu Shukla
કતારે ભારતના ફ્રોઝેન સી ફૂડની આયાત પર લગાવેલા પોતાના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે. આનાથી નિકાસ વધવા અને પશ્ચિમ એશિયાઈ દેશની સાથે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારનો માર્ગ મોકળો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયેઆની જાણકારી આપી છે.
વાણિજ્ય મંત્રાલય અનુસાર કતારે ભારતમાંથી પહોંચેલા અમુક જથ્થામાં વિબ્રિયો કોલેરાની જાણ થયા બાદ નવેમ્બર 2022માં ફીફા વિશ્વ કપ પહેલા આયાતિત ફ્રોઝેન સીફૂડ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો હતો. કતારના અધિકારીઓએ ભારતને માહિતી આપી હતી કે પ્રતિબંધ અસ્થાયી હતો અને તેમના દેશમાં પૂરતી પરીક્ષણ લેબોરેટરીની અછતના કારણે આવુ કરવામાં આવ્યુ.