- છેલ્લા ૫ વર્ષમાં ઘઉં અને ચોખાનો સ્ટોક સૌથી નીચી સપાટીએ…
જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ભારતીય ફૂડ કોર્પોરેશને એક રિપોર્ટ્સ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૨૧ની સરખામણીએ ઘઉં અને ચોખાના સ્ટોકના ૩૭ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ઉનાળાના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકાર દેશીની ૮૦ કરોડ વસ્તીને સબસીડીવાળું અનાજ પૂરું પાડવા માટે સ્ટોકનો ઉપયોગ કરે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ અને સંચાલિત એક વૈધાનિક સંસ્થા છે. તે ભારતની સંસદ દ્વારા ફૂડ કોર્પોરેશન એક્ટ, 1964ના અમલીકરણ દ્વારા રચવામાં આવેલ ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની માલિકી હેઠળ છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર અત્યારે ભારતમાં સંગ્રહિત જથ્થામાં ૨૨.૭૫ મિલિયન ટન ઘઉં અને ૨૦.૪૭ મિલિયન ટન ચોખા છે. તો ગત વર્ષે ૪૬.૮૫ મિલિયન ટન ઘઉં અને ૨૫.૩૩ મેટ્રિક ટન ચોખાનો જથ્થો છે. ચોખાનો સ્ટોક પહોંચી વળવા માટે સરકાર સક્ષમ છે. તો ઘઉંનો સ્ટોક છેલ્લા ૧૪ વર્ષની સપાટીએ નીચે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સરકારને સ્ટોક વેચવાની જગ્યાએ ખાનગી વેપારીઓને વધારે વેચાયો હતો તો હીટવેવના કારણે પણ આ વર્ષે અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું.