Published by : Rana Kajal
કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. ત્રણેય ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા. આ ત્રણેય આતંકવાદી ગતિવિધિઓથી કાશ્મીરની ઘાટીમાં આતંક મચાવવા માંગતા હતા. પરંતુ સુરક્ષા દળોએ તેમની હિંમતનો પરચમ લહેરાવતા ત્રણેય આતંકીવાદીઓને ઠાર કર્યા છે અને આતંકવાદી સંગઠનો માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. એક ભત્રીજાને 15 દિવસની અંદર ઠાર કરવામાં આવ્યો હતો. આ પછી બીજા ભત્રીજાને 10 દિવસમાં ઠાર કર્યો. તો બીજી તરફ ત્રણ દિવસમાં ત્રીજા ભત્રીજાનો ખાત્મો થયો છે. સેનાએ ઘણી મોટી કાર્યવાહી પણ કરી હતી. ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં કાર્યરત મોટા જૂથોને ખતમ કર્યા અને એક વર્ષમાં 274 આતંકવાદીઓ માર્યા ગયા છે.