- હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 560થી વધુ
Published By : Aarti Machhi
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા મહિને થયેલી હિંસક અથડામણો દરમિયાન કરિયાણાની દુકાનના માલિકના મૃત્યુ અંગે ભૂતપૂર્વ વડા પ્રધાન અને અન્ય છ લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કરિયાણાની દુકાનના માલિક અબુ સઈદના શુભેચ્છકે દાખલ કર્યો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. દેશભરમાં વિરોધ પ્રદર્શનના કારણે મૃત્યુઆંક હવે 560 થી વધુ થઈ ગયો છે. હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી અને તેના મુખ્ય સલાહકાર, 84 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.