Published by : Rana Kajal
BMW મોટરરાડ ઈન્ડિયા તુરંત જ ભારતમાં પોતાની ઈલેક્ટ્રિક સ્કૂટર ‘CE-04’ લોન્ચ કરવાની છે. કંપનીએ હાલમાં જ એક ઈવેન્ટમાં પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર ‘CE-04’ને શોકેસ કર્યું હતું. BMWએ આ ઈવેન્ટમાં પોતાની S-1000 RRને 20.25 લાખ રુપિયાની (એક્સ શો-રુમ પ્રાઈસ) પર લોન્ચ કર્યું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, BMW CE-04 કંપનીની પહેલી સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક રજૂઆત છે અને લોન્ચ થતાંની સાથે જ ભારતીય બજારમાં આ સ્કૂટર સૌથી મોંઘુ ઈલેક્ટ્રિક સ્કૂટર બની જશે. જો કે, ભારતમાં તેને વર્ષ 2023માં લોન્ચ કરવાની આશા છે.

BMWના પહેલાં સ્કૂટરમાં 8.9KWHhની એર કૂલ્ડ લિથિયમ આયન બેટરી પેક છે. WLTP ટેસ્ટ સાઈકલ મુજબ એકવાર ચાર્જ કરવા પર CE-04 129KMની રાઈડિંગ રેન્જ આપશે. CE-04ને 2.3 ચાર્જરનો યૂઝ કરીને 2.3kw ચાર્જરનો યૂઝ કરીને 4 કલાક અને 20 મિનિટમાં 0-100% સુધી ચાર્જ કરી શકાય છે. જો કે, 6.9 kWનું ફાસ્ટ ચાર્જર ઈલેક્ટ્રિક સ્કૂટરને 1 કલાક 40 મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.
ડિઝાઈન બાબતે CE-04 એક ફંકી ઈલેક્ટ્રિક સ્કૂટર છે. આગળની તરફ આ સ્કૂટરમાં નાનકડા વાઈઝરની સાથે એક મોટું ઓલ-LED હેડલેમ્પ છે. સ્કૂટરની સાઈડ પ્રોફાઈલમાં લાંબી સિંગલ-પીસ સીટ, મોટા ફૂટ રેસ્ટ અને એક્સપોઝ્ડ બોડી પેનલ છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર ફીચર લોડેડ છે. તેમાં બ્લૂટુથ કનેક્ટિવિટી, ટ્રેક્શન કંટ્રોલ, મલ્ટીપલ રાઈડિંગ મોડ્સ સાથે 10.25 ઈંચની TFT ડિસ્પ્લે જેવા અનેક ફીચર્સ મળશે.