Published by: Rana kajal
- મુંબઈમાં માત્ર 45 દિવસ ચાલે તેટલું પાણી..દિલ્હીમાં પણ પાણીની અછત…
દેશના મહાનગરોમાં પાણીની કટોકટી સર્જાવાની સંભાવના ઉભી થઈ છે જેમકે મુબઈમાં માત્ર દોઢ મહિનો ચાલે તેટલું પાણી છે. મુબઈમાં હાલમા પાણીનો સ્ટોક 15.6 ટકા એટલેકે અંદાજે અઢી લાખ મિલિયન લિટર છે.આ પાણીનો જથ્થો આવનાર માત્ર 45 દિવસ ચાલે તેટલો છે તેમજ દિલ્હીના આશરે 30 લાખ લોકો ખુબ ઓછા પ્રેશર થી પાણી મેળવી રહ્યા છે જ્યારે ગુરુગ્રામમાં લોકો પ્રાઇવેટ વોટર સપ્લાયર્સ પાસેથી રૂ 5 હજાર સુધીની રકમ આપી પાણીના ટેન્કર ખરીદવા પડે છે અત્રે નોંધવું રહ્યું કે દેશ સહીત વિશ્વમાં પાણીની તંગીની પરિસ્થિતી સર્જાવાની શરુઆત થઈ ચુકી છે. ત્યારે કલાયમેન્ટ ચેન્જ ની પરિસ્થિતિના પગલે પાણીની અછત નો પ્રશ્ન વધુ વિકટ બની રહયો છે ત્યારે દરિયાના પાણીને પણ પીવાના પાણી તરીકે વપરાશ તરીકે લઈ શકાય તે અંગે વિવિઘ પ્રયોગો કરવામા આવી રહ્યા છે જેમાં આંશિક સફળતા પણ સાપડી છે. તેમ છતાં પાણીની બચત કરવી એજ પાણીની અછત ની સમસ્યા સામેનો ઉકેલ છે….