ચીનમાં ઝડપથી વધતા કોરોના વાયરસ અને ભારતમાં ફેલાતી બેચેની વચ્ચે IIT કાનપુરે કહ્યું છે કે, લોકોએ ગભરાવાની જરૂરિયાત નથી. IITના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કહ્યું કે, ભારતની 98 ટકા વસ્તીમાં કોરોના વિરુદ્ધ કુદરતી પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન થઈ ચૂકી છે. એમ થઈ શકે છે કે કેટલાક લોકો આ પ્રતિરોધક નબળી હોય અને કોઈ નાની મોટી લહેર આવી જાય. એ સિવાય ભારતમાં પરેશાનીની કોઈ વાત નથી. હાલમાં ન તો વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂરિયાત છે અને ન તો નવા વર્ષે પાર્ટીઓ, લગ્નો પર પ્રતિબંધ લગાવવાની.વેક્સીન માત્ર શોર્ટ ટર્મ સુરક્ષા આપે છે. ભારતને તેની પણ જરૂરિયાત નથી. ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ ચાલુ રહેવી જોઈએ. ગાણિતિક મોડલના આધાર પર પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, ચીનમાં ઓક્ટોબરના અંત સુધી માત્ર 5 ટકા વસ્તી પાસે કુદરતી પ્રતિરોધક ક્ષમતા હતી. નવેમ્બરમાં તે વધીને 20 ટકા થઈ ગઈ. નવેમ્બરમાં જ ચીનમાં મહામારી ઝડપથી ફેલાઈ. તેમણે આરોપ લગાવ્યો કે, ચીનમાં કોરોનાના 500 કેસ આવવા પર માત્ર એક કેસ જ સાર્વજનિક કરવામાં આવી રહ્યો છે. આ કારણે ચીનથી રોજ આવી રહેલા નવા કેસો ઓછા દેખાય છે.
ચીનની 30 ટકા વસ્તી અત્યારે પણ કોરોના વાયરસની પહોંચથી દૂર છે. તેનો અર્થ કે આગળ જોખમ છે. ઓમીક્રોનનો નવો વેરિયન્ટ આખી વસ્તીમાં ફેલાશે. નવા કેસ હજુ વધશે. લગભગ 90 ટકા વસ્તીના સંક્રમિત થવા સુધી એમ જ ચાલતું રહેશે. કોરોનાના પ્રસારને સીરો સર્વેથી સમજી શકાય છે. ચીનનો એવો કોઈ સર્વે ઉપલબ્ધ નથી. ઓમીક્રોનના વેરિયન્ટ વેક્સીનથી મળેલી પ્રતિરોધક ક્ષમતાને ભેદી દે છે. ઝીરો કોવિડ પોલિસીથી ચીન સરકારના હટ્યા બાદ વાયરસનું ફેલાવાનું પહેલાથી જ નક્કી હતું.
દુનિયાના જે દેશોએ કોરોના વાયરસ વિરુદ્ધ કુદરતી પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરી લીધી છે, તેમને કોઈ જોખમ નથી. બ્રાઝિલમાં કેસ વધવાના કારણ ઓમીક્રોનનું વધારે સંક્રામક મ્યુટેટ ફેલાવું છે. તો વસ્તીના એક હિસ્સાએ પ્રતિરોધક ક્ષમતા ગુમાવી દીધી. સાઉથ કોરિયામાં 25 ટકા, જાપાનમાં 40 ટકા અને અમેરિકામાં 20 ટકા વસ્તી કુદરતી પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરી શકી નથી. તો AIIMSના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભલે ચીનમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોય, પરંતુ ભારતમાં નેચરલ ઇન્ફેક્શન અને વેક્સીન કવરેજના હાઇ રેટના કારણે ચીન જેવી સ્થિતિ નહીં થાય.