Published By : Parul Patel
ભારતમાં દિન પ્રતિદિન હોલીવુડ ફિલ્મોનું આકર્ષણ વધી રહ્યુ છે.ભારતીય લોકો હોલીવુડની ફિલ્મોને લઈને ઘણા ઉત્સાહિત હોય છે.
ભારતમાં બોક્ષ ઓફિસ પર સફળ થયેલ હોલીવુડ ફિલ્મોમાં 10 ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમા ‘અવતાર ધ વે ઓફ વોટર’ ફિલ્મનો સમાવેશ થાય છે. જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત ફિલ્મે ભારતમાં 378.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે ‘એવેન્જર્સ એન્ડગેમ’ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં લગભગ 373.22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ‘Avengers Infinity War’ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સફળ સાબિત થઈ હતી. ભારતમાં તેનું કલેક્શન લગભગ 227.43 કરોડ રૂપિયા છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/768-512-17339222-thumbnail-3x2-kjkjk.jpg)
જ્યારે ‘સ્પાઈડર મેન નો વે હોમ’ 2021માં રિલીઝ થઈ હતી. જેણે ભારતમાં લગભગ 218.41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને ‘ધ જંગલ બુક’ 2016માં આવી હતી. ભારતમાં તેનું કુલ કલેક્શન 188 કરોડ રૂપિયાની આસપાસ છે. તો ‘ધ લાયન કિંગ’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પરથી લગભગ 158.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમજ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7’ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 108 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો ‘થોર લવ એન્ડ થંડર’ ફિલ્મ 2022માં ભારતીય સિનેમાઘરોમાં આવી. મળતી વિગતો પ્રમાણે ભારતમાં આ ફિલ્મનું કલેક્શન 101.71 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમજ ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, જેણે ભારતમાં લગભગ 101 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.