Published by : Rana Kajal
હાલના સમયમાં પણ દુનિયાના 20 ધનિક દેશોના 5 કરોડ કરતા વધુ લોકો પાસેથી મરજી વિરૂધ્ધ મજૂરી કરાવાય છે. આવા દેશોમા ભારતનો પણ સમાવેશ થાય છે. વોક ફ્રી ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ ચોંકાવનારી વિગતો આપવામા આવી છે. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે 20 દેશો પૈકી 6 દેશો એવા છે જેમાં મરજી વિરૂધ્ધ મજૂરી ઉપરાંત મરજી વિરૂધ્ધ લગ્ન પણ કરાવાય છે. આવા દેશોમાં ભારત પ્રથમ અને ચીન બીજા નંબરે આવે છે. એમ પણ વોક ફ્રી ફાઉન્ડેશન ના રિપોર્ટમાં જણાવાયું છે. હાલના સમયમાં દેશોના આર્થીક વિકાસને વધુ મહત્વ અપાય છે તે સાથે સાથે ડિપ્લોમેટિક પાવર ને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. પરંતુ વિવિઘ સંશોધનો પરથી ઍવુ તારણ જણાયું છે કે અમીર અને સમૃધ્ધ દેશનાં કેટલાક ટકા લોકો દુઃખી કે મજબુર હોય શકે છે.આ આધાર પર સંશોધન કરાતા એવુ તારણ સામે આવ્યું છે કે ભારત અને ચીનમાં સૌથી વધું ઈચ્છા વિરૂધ્ધ મજૂરી અને લગ્ન કરાવાય છે…