![DDMA brings back the penalty for not wearing a mask in the public following the rise in the COVID -19 cases](https://narmadanews.co.in/wp-content/uploads/2022/12/ANI-20221222135129.jpg)
- કોરોના વાયરસની ફરી દહેશતને પગલે એકવાર ફરી માસ્કના દિવસો પરત આવવાના શરુ થઈ ગયા
- કર્ણાટક રાજ્યમાં માસ્ક ફરજીયાત કરાયું, મુંબઈના મંદિર અને એઈમ્સના પરિસરમાં આદેશનું પાલન કરવા અપીલ
કોરોના વાયરસની ફરી દહેશતને પગલે એકવાર ફરી માસ્કના દિવસો પરત આવવાના શરુ થઈ ગયા છે. કર્ણાટકમાં આરોગ્ય અધિકારીઓએ ગુરૂવારે કોવિડ સુરક્ષા પ્રોટોકોટ જાહેર કર્યો છે. આ પ્રોટોકોટ હેઠળ ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવાયું છે. રાજ્ય સરકારની એડવાઈઝરી મુજબ લોકોએ કોવિડથી સુરક્ષીત રહેવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ માસ્કના દિવસો પરત આવવાના અણસાર જોવા મળી રહ્યા છે. મુંબઈના મુંબા દેવી મંદિર મેનેજમેન્ટે ભક્તોને મંદિરમાં દર્શન દરમિયાન માસ્ક પહેરવાના આદેશનું પાલન કરવાની અપીલ કરી છે.
દિલ્હી AIIMSમાં માસ્ક ફરજીયાત
કોવિડના વધતા કેસોને જોતા દિલ્હી AIIMSએ પણ એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં કહેવાયું છે કે હવે એઈમ્સના સ્ટાફે હોસ્પિટલ પરિસરમાં કોવિડ નિયમોનું પાલન કરવું પડશે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર હવે પરિસરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. આ સાથે 5થી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.