Published by : Rana Kajal
ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે.ભારતનો સ્ટાર બોલર બુમરાહ સપ્ટેમ્બર 2022થી ટીમની બહાર હતો. બીસીસીઆઈએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય પસંદગી સમિતિએ બુમરાહને શ્રીલંકા સામે રમાનારી 3 વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. તે 10 જાન્યુઆરીથી એક્શનમાં જોવા મળશે.પહેલા T20 સિરીઝ રમાશે, જેની પ્રથમ મેચ મંગળવારે (3 જાન્યુઆરી) રમાશે. આ પછી ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. આ ત્રણ વનડે 10, 12 અને 15 જાન્યુઆરીએ રમાશે.
વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.