Published by : Anu Shukla
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે જ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણી પહેલા આ સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયા આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.
ટી20 હોય કે ટેસ્ટ, ટીમ ઈન્ડિયા સર્વશ્રેષ્ઠ છે. અમે ICC ક્રિકેટ બોર્ડ કહી રહ્યું છે. તેમના આમ કહેવા પાછળનું કારણ છે કે ICCએ ટીમો દ્વારા જાહેર કરેલી તેની નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારતને પ્રથમ સ્થાન અપાવ્યું છે. ત્યારે ICCએ ભારતીય ટીમને ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ ગણાવી છે. આગળ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ છે. તે પહેલા ભારત માટે ICC તરફથી મળેલી આ સિદ્ધિ મોટી વાત છે.
ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન
ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન કેવી રીતે બન્યું? ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે જ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણી પહેલા આ સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયા આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ શ્રેણી ફેબ્રુઆરીથી માર્ચ સુધી ચાલશે. અગાઉ આઈસીસી રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટોપ પર હતી. તેના 116 પોઈન્ટ હતા. જ્યારે બીજા નંબરની ટીમ ઈન્ડિયાના પોઈન્ટ 115 હતા. પરંતુ હવે લેટેસ્ટ રેન્કિંગમાં કાંગારૂ ટીમને પોઈન્ટ્સમાં નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે. બંને ટીમો વચ્ચે રેટિંગમાં પણ મોટું અંતર છે.
ઓસ્ટ્રેલિયાને હરાવીને બન્યું નંબર વન
ઓસ્ટ્રેલિયાને પડેલો ફટકો એ પણ મોટો છે કારણ કે તેને પાછળ છોડીને ભારતે ટેસ્ટ ક્રિકેટમાં રાજાશાહીનો તાજ હાંસલ કર્યો છે. નવી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા હવે 115 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના 111 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ 106 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે આ સમયે ભારતના પ્રવાસે આવેલી ન્યુઝીલેન્ડની ટીમ 100 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે.
હવે બન્ને ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
ટેસ્ટ મેચની જીત સાથે જ ભારત બન્ને ફોર્મેટ પોતાને નામ કરી દીધી છે. અને હવે ચેમ્પિયનશિપ હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયા ક્રિકેટના બે ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. આ પહેલા તે ટી20માં નંબર વન ટીમ બની ચૂકી છે. ત્યારે હવે ભારતીય ટીમ બે ફોર્મેટ પર રાજ કરશે.