- સબમરીનની ખાસિયત એ છે કે દરિયામાં ડૂબકી મારશે તો દુશ્મનને તેની ખબર પણ નહીં પડે
ભારતીય નૌકાદળની તાકાતમાં સતત વધારો થઇ રહ્યો છે. 23 જાન્યુઆરીએ ભારતીય નૌકાદળને આધુનિક ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન INS વાગીર મળશે. પ્રોજેક્ટ P-75 હેઠળ આ સબમરીન બનાવવામાં આવી છે. કલવરી ક્લાસ સબમરીન હેઠળ બનાવવામાં આવનાર સબમરીનમાંથી પાંચમી સબમરીન છે. સંરક્ષણ નિષ્ણાતો સબમરિનને સાયલન્ટ કિલર શાર્ક કહી રહ્યા છે. આ સબમરીનની વિશેષતા એ છે કે દરિયામાં ડૂબકી મારશે તો દુશ્મનને તેની ખબર પણ નહીં પડે.આ સબમરિન ખતરનાક મિસાઈલ અને ટોર્પિડોથી સજ્જ હશે. INS વાગીર સમુદ્રની અંદર લેન્ડમાઈન બિછાવવામાં સક્ષમ છે. તેને 350 મીટરની ઊંડાઈએ તૈનાત કરી શકાય છે. સ્ટીલ્થ તકનીકોથી સજ્જ હોવાથી દુશ્મન તેને સરળતાથી શોધી શકશે નહીં. તેમાં એન્ટી શિપ મિસાઈલ પણ લગાવવામાં આવી છે.સંપૂર્ણપણે સ્વદેશી સબમરીન દુશ્મનને શોધીને તેને ચોક્કસ નિશાન બનાવી શકે છે.