Published By : Parul Patel
ઈન્ડિયન નેવીઃ ઈન્ડિયન નેવી માટે શનિવાર (29 જુલાઈ 2023) ઐતિહાસિક સાબિત થયો. નેવીએ ગુલામીના બીજા પ્રતીકનો અંત કર્યો.
ઈન્ડિયન નેવીઃ ઈન્ડિયન ગુલામીના બીજા પ્રતીકનો અંત લાવીને નેવીએ શનિવારનો દિવસ ઐતિહાસિક બનાવ્યો છે. સરકારની સૂચના પર, ભારતીય નૌકાદળે તેના તમામ કર્મચારીઓ માટે લાકડી રાખવાની પ્રથા તાત્કાલિક અસરથી નાબૂદ કરી છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે અમૃતકાળમાં સંસ્થાનવાદી વારસાને કોઈ સ્થાન નથી.
ભારતીય નૌસેનાએ કહ્યું કે સમયની સાથે નૌકાદળના જવાનો દ્વારા ડંડો વહન કરવો એ એક નિયમ બની ગયો હતો. દંડૂકોને શક્તિ તરીકે દર્શાવવો એ સંસ્થાનવાદી વારસો છે. પરંતુ અમૃતકાળમાં તેની જરૂર નથી.આ પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. નેવીએ જણાવ્યું કે, હવે કમાન્ડ બદલવા પર ઓફિસમાં માત્ર વિધિ તરીકે જ દંડાનો ઉપયોગ કરવામાં આવશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-2.33.52-PM-1024x581.jpeg)
ભારતીય સંરક્ષણ દળોએ ગુલામીના પ્રતીકોમાંથી મુક્તિ મેળવવા માટે અનેક પગલાં લીધાં છે. ગત વર્ષે નૌસેનાએ સપ્ટેમ્બરમાં નૌકાદળનો ધ્વજ બદલ્યો હતો. ભારતીય નૌકાદળના નવા ધ્વજ અથવા ‘ચિહ્ન’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું. જ્યાં નેવીએ સંસ્થાનવાદી ભૂતકાળમાંથી મુક્તિ મેળવી હતી. અગાઉ નેવીના ધ્વજ પર સેન્ટ જ્યોર્જ ક્રોસનું નિશાન હતું. હવે ધ્વજ પર છત્રપતિ શિવાજીની શાહી મુદ્રાનું પ્રતિનિધિત્વ છે.
સંસ્થાનવાદ એટલે શું ?
જણાવી દઈએ સંસ્થાનવાદ નો અર્થ : બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી, તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયાને સંસ્થાનવાદ કહે છે. યુરોપના દેશોના સાહસિક નાવિકોએ જ્યાં જ્યાં ભૂમિપ્રવેશ મેળવ્યો, ત્યાં-ત્યાં પોતાની વસાહતો ઊભી કરી અને સંસ્થાનો સ્થાપ્યાં.