Published by : Rana Kajal
સિંગાપોરમાં 26000 આઈસ્ક્રીમ સ્ટિક વડે પ્રસિદ્ધ તમિલ વિદ્વાનો અને કવિઓની 6 મીટર લાંબી અને આટલી જ પહોળી રંગોળી બનાવવા માટે એક ભારતીય મહિલા અને તેની દીકરીનું નામ સિંગાપોર બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરાયું છે.

સુધા રવિ અગાઉ 2016માં 3200 ચો. ફૂટ લાંબી રંગોળી બનાવી સિંગાપોર બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. તેમણે પોતાની દીકરી રક્ષિતા સાથે મળીને અહીં લિટલ ઈન્ડિયા કેમ્પસમાં પોંગલના ઉપલક્ષ્યમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 26000 આઈસ્ક્રિમ સ્ટિક વડે તૈયાર કરેલી રંગોળી પ્રદર્શિત કરી હતી.

આ રંગોળી બનાવતા તેમને એક મહિનાથી પણ વધુ સમય લાગ્યો હતો. આ રંગોળીમાં તમિલ ભાષાના પ્રસિદ્ધ કવિઓ અને વિદ્વાનોને દર્શાવાયા છે જેમાં તિરુવલ્લુવર, અવ્વૈયાર, ભરથિયા અને ભારતીદાસન સામેલ છે.
